હિંમતનગર વાયબ્રન્ટ રોયલ (Rural Area Club) ખાતેનો DG Visit કાર્યક્રમ ખૂબ જ હૃદયસ્પર્શી અને ગૌરવપૂર્ણ રહ્યો. કાર્યક્રમની શરૂઆત સુંદર મ્યુઝિકલ ડાયરાથી થઈ — સંસ્કૃતિ અને Fellowship નો સરસ માહોલ સર્જાયો. ત્યારબાદ સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ DG Visit Meeting યોજાઈ. વિશેષ આનંદની વાત એ રહી કે ક્લબના Past Presidents અને વરિષ્ઠ લાયન્સ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા — ક્લબની પરંપરા, સંસ્કાર અને એકતા સ્પષ્ટ જણાઈ. ગામડાં વિસ્તારનો ક્લબ હોવા છતાં આયોજન, Discipline (શિસ્ત), આત્મિયતા અને સેવા ભાવ અદ્ભુત રહ્યા. દરેક સભ્યએ દિલથી મહેનત કરી — તે ઊર્જા અનુભવી શકાય તેવી હતી. પ્રમુખ, મંત્રી, બોર્ડ મેમ્બર્સ, Past Presidents અને તમામ લાયન્સ મિત્રોનો હાર્દિક અભિનંદન.